ઝડપી જવાબ અને પ્રશ્ન

૧. ગુજરાત સાયન્સ સીટી ક્યાં આવેલું છે ?

જવાબ:ગુજરાત સાયન્સ સીટી એસ. જી. હાઈવેની નજીક અને સદભાવના સર્કલ, એસ. પી. રીંગ રોડ થી ૦.૫ કી.મી. ના અંતરે અમદાવાદ, ગુજરાત, ભારત ખાતે આવેલું છે.

૨. ગુજરાત સાયન્સ સિટી કેવી રીતે પહોંચી શકાય?

જવાબ:: તમે તમારા ખાનગી વાહન તેમજ શહેરી બસ દ્વારા અથવા તો તમે કેબની મદદથી પણ મુસાફરી કરી તમે ગુજરાત સાયન્સ સિટી પહોંચી શકો છો.

૩. ગુજરાત સાયન્સ સીટી શું છે?

જવાબ:ગુજરાત સાયન્સ સિટી એ અમદાવાદમાં એક સ્થળ છે, જ્યાં વિજ્ઞાનનું સંશોધન કરવામાં આવે છે, પ્રયોગો વ્યક્ત થાય છે, જિજ્ઞાસા સંતોષાય છે, કુશળતામાં વધારો થાય છે, વિચારોનો ઉછેર થાય છે, શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવે છે, જ્ઞાન સહભાગીતા થાય છે, વિજ્ઞાનનો સંચાર કરવામાં આવે છે.

૪.ગુજરાત સાયન્સ સીટીમાં ફેઝ -૧ માં કુલ કેટલા વૈજ્ઞાનિક પેવેલીયનો આવેલા છે અને ક્યા ક્યા ?

જવાબ:
૧૧.
૧.એમ્ફિથિયેટર,૨.આઇમેકસ થ્રીડી થિયેટર,૩. એનર્જી એજ્યુકેશન પાર્ક,૪. સીમ્યુલેટર રાઇડ, ૫.હોલ ઓફ સ્પેસ,૬.હોલ ઓફ સાયન્સ,૭.મ્યુઝીકલ ફાઉન્ટેઇન,૮.લાઈફ સાયન્સ પાર્ક,૯.પ્લેનેટ અર્થ,૧૦. ચિલ્ડ્રન એક્ટીવીટી સેન્ટર ૧૧.ઇલેક્ટ્રોડ્રોમ

૫.ગુજરાત સાયન્સ સીટીમાં મુલાકાતીઓ માટે મુલાકાતનો સમય કેટલો છે ?

જવાબ:સવારે ૧૦:૦૦ થી રાત્રી ના ૦૮:૦૦ સુધી.

૬. શું મારે અગાઉ થી ઓનલાઈન ટિકિટ ખરીદવાની જરૂર છે. અથવા મને ટિકિટ બારી થી મળશે?

જવાબ:ઓનલાઈન પણ ઉપલબ્ધ છે, અને ટિકિટ બારી થી પણ મેળવી શકો છે.

૭. ગુજરાત સાયન્સ સીટીની મુલાકાત નો આદર્શ સમયગાળો શું છે.

જવાબ:ગુજરાત સાયન્સ સીટી ૩૬૫ દિવસ કાર્યરત છે. પણ શિયાળાનો સમય ગુજરાત સાયન્સ સીટીની મુલાકાત માટે યોગ્ય છે.

૮. ગુજરાત સાયન્સ સીટી ની મુલાકાત માટે આદર્શ સમય શું છે.

જવાબ:આદર્શ સમય બપોરે ૧૨:૦૦ કલાક થી સાંજ ના ૦૮:૦૦ કલાક

૯. શું ગુજરાત સાયન્સ સીટી માં અઠવાડિક રજા હોય છે?

જવાબ:ના.

૧૦. કયા વય જૂથ ના લોકોને ગુજરાત સાયન્સ સીટી ની મુલાકાત થી સૌથી વધુ ફાયદો થાય છે?

જવાબ:૮ થી ૪૦ વર્ષના વય જૂથ ના

૧૧. ગુજરાત સાયન્સ સીટી ની સંપૂર્ણ મુલાકાત માટે કેટલો સમય પુરતો છે?

જવાબ:એક આખો દિવસ, ઓછા માં ઓછા ૮ કલાક

૧૨. શું ગુજરાત સાયન્સ સીટી માં ખાણીપીણી ની વસ્તુઓ લઇ જવાની પરવાનગી છે?

જવાબ:ગુજરાત સાયન્સ સીટી ના પેવેલીયનો માં ખાણીપીણી ની વસ્તુઓ લઇ જવાની પરવાનગી નથી.

૧૩. ગુજરાત સાયન્સ સીટી માં મુલાકાતીઓ માટે કલોક રૂમ / સામાન રૂમ છે?

જવાબ:હા.

૧૪. ગુજરાત સાયન્સ સીટીમાં મનોરંજન સાથે જ્ઞાન પૂરા પાડતા મુખ્ય આકર્ષણો ક્યા-ક્યા છે ?

જવાબ:આઇમેકસ ૩ડી, થ્રીલ રાઇડ,મીશન ટુ માર્શ રાઈડ, કોલમાઈન, અર્થક્વેક રાઈડ, ૪ડી થીયેટર, પ્લેનેટોરિયમ, મ્યુઝીકલ ફાઉન્ટેન વગેરે

૧૫. ગુજરાત સાયન્સ સીટી સાથે હું કેવી રીતે જોડાઈ શકું?

જવાબ:વર્ષભરના વિવિધ વૈજ્ઞાનિક કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ દ્વારા

૧૬. શું સ્કૂલ અને કૉલેજના વિદ્યાર્થીઓ માટે કોઈ ખાસ ડિસ્કાઉન્ટ છે?

જવાબ:હા

૧૭. કયા પેવેલિયનમાં પ્રવેશ ફી છે?

જવાબ:આઇમેકસ ૩ડી, થ્રીલ રાઇડ, મ્યુઝીકલ ફાઉન્ટેન

૧૮. શું વિકલાંગ વ્યક્તિ માટે કોઈ વિશેષ સુવિધા છે?

જવાબ:હા

૧૯. સાયન્સ સીટીમાં વાર્ષિક કેટલા મુલાકાતીઓ મુલાકાતીઓ?

જવાબ:આશરે દશ લાખ

૨૦. ગુજરાત સાયન્સ સિટીના દરેક પેવેલિયનની મુખ્ય લાક્ષણિકતાઓ શું છે?

જવાબ:
આઈમેક્સ થ્રીડી:
આઇમેકસ ફિલ્મનો અનુભવ અદભુત છે! આઠ માળ જેટલી ઉંચી સ્ફટીક જેવી ચોખ્ખી અને ભવ્ય ડિજીટલ સરાઉન્ડ સાઉન્ડ સાથે, આઇમેકસ માત્ર તમે કલ્પનામાં જ જોઈ હોય તેવી દુનિયમાં તમને લઈ જાય છે. ટેકનિકલ સુસજ્જ અને જોવામાં આકર્ષક, આઇમેકસ અનુભવ વિશ્વનો સૌથી તાકાતવર અને ગળાડૂબ ઓતપ્રોત કરે તેવો મુવી અનુભવ છે અને તેની પાછળ કામ કરતી ટેકનોલોગી પણ અદભુત અને અજોડ છે!
આઇમેકસ નો અનુભવ વિધાર્થીઓને વિજ્ઞાનના સિધ્ધાંતો અને રહસ્યો શીખવા માટે મંચ પુરું પાડે છે, જે રસપ્રદ તેમજ આકર્ષક છે.
હોલ ઓફ સાયન્સ:
હોલ ઓફ સાયન્સ એક મોટી ખુલ્લી પ્રયોગશાળા છે. “ જયાં મુલાકતીઓ પ્રદર્શિત થયેલિ વસ્તુનો જાત અનુભવ કરી તેની સાથે સંકળાઈ સમજ મેળવે છે. અહીં મુલાકતીઓ શોધ પ્રક્રિયા દ્રારા વિજ્ઞાન વિશે જાણી શકે છે. પ્રકાશ, દ્રષ્ટિ, અરીસા, ગતિશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, અવાજ, તરલતા, ઉર્જા જેવા જુદા જુદા વિભાગોમાં ફરતાં તેઓ પ્રદર્શિત થયેલી વસ્તુનો સ્પર્શ દ્રારા અનુભવ પણ કરી શકે છે.
હોલ ઓફ સ્પેશ:
ગુજરાત સાયન્સ સિટીમાં સર્જવામાં આવેલા અવકાશ ખંડ તમારી કલ્પનાશક્તિ જાગ્રત કરીને આશ્ચર્યમાં મુકી દેશે. વિવિધ નમુનાઓ, કેમ્પ્યુટર મલ્ટિ મીડિયા, મલ્ટિ સ્ક્રીન પેનારોમિક પ્રોજેકશન, એનિમાટ્રોનિક્સ, મોશન સિમ્યુલેટર, ઈવેન્ટ સિમ્યુલેટર અને ક્વિઝ વડે તમે ત્યાં ઓતપ્રોત થઈ જશો. આ ખંડમાં તમને સુર્યમાળાની મુસાફરીનો અનુભવ કરવામાં આવે છે અને તમારા મનમાં એક પ્રશ્ન અચુક ઉદભવે છે કે શું આટલા મોટા બ્રહ્માંડમાં આપણે એકલા જ છીએ?
લાઈફ સાયન્સ પાર્ક:
જેનો હેતુ વિજ્ઞાન અને પ્રક્રુતિને જીવનમાં લાવવાનો છે. આ સંવાદી અને ખુલ્લામાં પથરાયેલા પાર્કનો મુખ્ય ઉદેશ્ય બાળકોમાં પ્રુથ્વી પરનાં જીવનની ઉત્પતિ, ઉત્ક્રાંતિ અને સાહિત્યની સમજણ મેળવવા માટે પ્રકૃતિ અભ્યાસ કેળવવાની અભિરુચિ જગાવવાનો છે. લાઈફ સાયન્સ પાર્કમાં જુદા જુદા પ્રવ્રુતીઓ દ્રારા બાળકોમાં તેમની આસપાસ જોવા મળતી જીવ સૃષ્ટિ જેવી કે ફુલ – છોડો અને પ્રાણીઓ પ્રત્યે કાળજી અને આદર રાખવાની સમજ કેળવી શકેશે.
એનર્જી એજ્યુકેશન પાર્ક:
આ પાર્કનો હેતુ વિવિધ પ્રકારની ઊર્જાનું ઉત્પાદન અને સંરક્ષણ વિષેજાગરૂકતા ફેલાવવાનો છે. મુલાકાતીઓ વિવિધ પ્રકારના બિન – પારંપરિક ઊર્જા સ્ત્રોતના મહત્વ વિષે તેમજ તેના સંવર્ધન – સંરક્ષણ વિષે સમજે છે. પાર્કમાં પ્રદર્શનની વસ્તુઓને પ્રાચીન ભારતીય તત્વજ્ઞાન મુજબ, ઊર્જાનાં પાંચ મૂળભૂત તત્વોમાં વહેંચવામાં આવેલી છે. ૧: તેજ, ૨:મારૂત, ૩:આપ, ૪: ક્ષિતિ, ૫: વ્યોમ
બાળ-પ્રવૃતિ કેન્દ્ર:
ગુજરાત સાયન્સ સિટીમાં આખું વર્ષ મહ્ત્વના વૈજ્ઞાનિક દિવસો અને ઘટનાઓની ઉજવણી ચાલતી જ રહે છે. અને તેમાં વિવિધ શાળા અને કોલેજોના વિધાર્થીઓ , શિક્ષકો, કોમ્યુનિટી અને પ્રચાર માધ્યમો સંકળાયેલા હોય છે. આવી વૈજ્ઞાનિક ઘટનાઓ દર્શાવતું ભરચક અને સુયોજિત કૅલેન્ડર એ પ્રકારનું પ્રથમ જ છે અને તમામ પ્રકારની વૈજ્ઞાનિક પ્રવૃતિઓ અને માહિતી માટે નોડેલ રિસોર્સ સેન્ટર તરીકેની માન્યતા પ્રાપ્ત છે.
અહિં નો અભિગમ અને પદ્ધતિ કોમ્યુનિટી આધારિત શિક્ષણ પર આધારિત છે, જે શિક્ષણ પદ્ધતિથી અલગ પડે છે. તમામ કાર્યક્રમોનો હેતુ એ જ છે કે યુવા માનસમાં કલ્પનાશક્તિ જાગૃત કરવી, સર્જનાત્મક્તાને પોષવી અને પ્રશ્ર્નો પૂછવાનો અભિગમ કેળવવો.
કોઈ પણ પ્રકારના સામાજિક સ્તર, શિક્ષણ કે વય જુથના બળકોને તેમની મુલાકત દરમિયાન વિજ્ઞાન અને ટેકનોલોજીના આશ્ચર્યો જોવા મળે છે અને તમામ પ્રકારના ઉતેજક અને સમસામાયિક આનંદના સાધનો માણવા મળે છે અને જ્ઞાન પ્રાપ્તિથી સંસ્ક્રુતિને પોષવામાં આવે છે. એ માટે સાયન્સ સિટી નિયમિત રીતે રાજ્ય અને રાષ્ટ્રિય સ્તરે વિવિધ કાર્યક્રમો અને વર્કશોપ્સ નું આયોજન કરતી રહે છે.
પ્લેનેટ અર્થ:
ગુજરાત સાયન્સ સિટિનું પ્લેનેટ અર્થ એવું અજોડ પ્રદર્શન છે જેમાં મુલાકાતીઓને આપણા ગ્રહ પ્રુથ્વી , તેની જૈવ સમૃદ્ધ, પ્રાક્રૂતિક સમસ્યાઓ અને ટેકનોલોજીની પ્રગતિની માહિતી આપવામાં આવે છે. તેનો હેતુ છે લોકોમા વિવિધ પ્રકારની પ્રાક્રુતિક આપદાઓ , જેમકે ભૂકંપ, જ્વાળામુખી, ધરતી ખસવી વગેરે વિશે જાગરૂકતા ફેલાવવી અને તેનું શિક્ષણ તેમજ જ્ઞાન અપવું. સાથે-સાથે જ આપણા ગ્રહ પ્રુથ્વીની અદભુત સુંદરતા અને અઢળક માહિતીથી લોકોને માહિતગાર કરવા.
મ્યુઝીકલ ફાઉન્ટેન:
ગુજરાત સાયન્સ સિટી ખાતે આવેલ ડાન્સિંગ મ્યુઝીકલ ફાઉન્ટેન ભારતનો સૌથિ વિશાળ મ્યુઝિકલ ફાઉન્ટેનછે. અહીં હાઈડ્રોસ્ટેટિક્સ, હાયડ્રોડાયનેમિક્સ, ઈલેકટ્રોમેગ્નેતિઝ્મ અને ડિજિટ્લ ઈલેક્ટ્રોનિક્સનું અદભુત પ્રદર્શન જોવા મળે છે. પાણીના ફુવારામાંથી નીકળતી પાણીની ધાર પ્રવાહીના તમામ ગુણધર્મો દર્શાવે છે. જેમાં પાસ્કલનનો નિયમ અને બર્નોલીનો નિયમ પણ જોવા મળે છે. સાયન્સ સિટિનો મ્યુઝીકલ ફાઉન્ટેન એટલે સંગીત અને વિજ્ઞાનનો માનવીય સર્જનાત્મકતા સાથે થયેલો સુભગ સમન્વય.
એમ્ફિથિયેટર:
જેમાં ૧૨૦૦ જણા બેસી શકે છે. તેમાં વૈજ્ઞાનિક નાટકો, જદુગરીના ખેલો અને અન્ય મનોરંજક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. કલ્પનાશક્તિ કામે લગાડીને , વિધાર્થીઓ અને સમાજનાં સભ્યો એક એવું વાતાવરણ સર્જી શકે છે જેમાં વિજ્ઞાનના તથ્યો અને આંકડાઓનો ઉતેજના, ઊર્જા અને આનંદ સાથેનો સમન્વય થયેલો જોવા મળી શકે.

૨૧.ગુજરાત સાયન્સ સીટીના આઇમેકસ થ્રીડી થિયેટરમાં કઇ ફિલ્મો દર્શાવવામાં આવે છે ?

જવાબ:બોર્ન ટુ બી વાઈલ્ડ, પેંગ્વિન, આઇલેન્ડ ઓફ લેમૂર-મડાગાસ્ક્ર, વોકિંગ ઓન ધ મુન.

૨૨. ગુજરાત સાયન્સ સીટીના આઇમેકસ થ્રીડી થિયેટરમાં કેટલા સમયગાળાની ફિલ્મો દર્શાવવામાં આવે છે ?

જવાબ:૪૦ થી ૪૫ મિનિટની

૨૩.ગુજરાત સાયન્સ સીટીના આઇમેકસ થ્રીડી થિયેટરની કુલ બેઠક ક્ષમતા કેટલી છે ?

જવાબ:કુલ ૬૪૭ સીટ

૨૪. ગુજરાત સાયન્સ સીટી ખાતે વર્ષ દરમિયાન કયા કયા વૈજ્ઞાનિક દિવસોની ઉજવણી કરવામાં આવે છે ?

જવાબ:વર્ષ દરમ્યાન ગુજરાત સાયન્સ સીટી દ્રારા આરોગ્ય, પર્યાવરણ, હવામાન અંગેની જાગૃતિ દર્શાવતા, વિવિધ વિજ્ઞાનની સિધ્ધિઓ અંગેના કાર્યક્રમ તેમજ વિશ્વવિખ્યાત વૈજ્ઞાનિકોના જન્મ દિવસની ઉજવણી વગેરે

૨૫. સાયન્સ સીટી ખાતે વર્ષ દરમિયાન કયા કયા શૈક્ષણિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ?

જવાબ:વેકેશન ટ્રેનિંગ પ્રોગ્રામ , સાયન્સ ઓલમ્પિયાડ, સમર સાયન્સ પ્રોગ્રામ વગેરે