વિજ્ઞાનનો પ્રસાર

ગુજરાત સાયન્સ સિટી વિજ્ઞાનને સરળ અને રસપ્રદ બનાવવાના હેતુથી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મુલાકાતીઓને સમાવતી શક્ય તેટલી વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરતું રહે છે. સાયન્સ સિટીમાં ચાલતી આ વૈજ્ઞાનિક તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓનું મુખ્યત્વે પાંચ ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવામાં આવેલ છે, જે નિચે મુજબ વર્ણવવામાં આવેલ છે.

 

વિજ્ઞાન પ્રસાર કાર્યક્રમો : વિજ્ઞાનની ઉજવણી!

મહત્વની વૈજ્ઞાનિક ઘટનાઓને સંબંધિત દિવસો, વિજ્ઞાન સપ્તાહ, વિ. ની ઉજવણી અને બને તેટલા વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ, સામાન્ય જનતા તેમજ મીડિયા અને નીતિ નિર્માતાઓને સાંકળીને વિવિધ થીમ સાથેની ઉજવણી. આના કારણે સ્થાનિક પ્રશ્નો વૈશ્વિક સ્તરે ઉઠાવવામાં આપણને મદદ મળે છે.


શિક્ષકો, વિજ્ઞાન સંચારકો તથા સાયન્સ ક્લબના સભ્યો અને સંયોજકો માટે તાલીમ કાર્યક્રમો અને વર્કશોપનું આયોજન


વિજ્ઞાન મેળાઓ અને મોડેલ બનાવવાનાં વર્કશોપ, લોકપ્રિય વૈજ્ઞાનિક ફિલ્મ સમારોહ, લોકપ્રિય વિજ્ઞાન પુસ્તકોનું પ્રદર્શન, વિ. નું આયોજન.


શાળા સુધી પહોંચનો કાર્યક્રમ.

વિજ્ઞાન અને ગણિત પર શૈક્ષણિક કાર્યક્રમ

શિક્ષકો તથા વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ગણિતના પ્રતિભા પ્રકૃતિ કાર્યક્રમોનું આયોજન
'વૈજ્ઞાનિકને મળો' કાર્યક્રમ : વિખ્યાત વૈજ્ઞાનિક સાથે વાર્તાલાપ.
ઉચ્ચતર માધ્યમિક વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કારકિર્દી પરામર્શ.
ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ અને વિજ્ઞાન સંચારના ટૂંકા ગાળાના ટ્રેનિંગ વર્કશોપનું આયોજન.
શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકો માટે વિજ્ઞાન પ્રતિભા પ્રકૃતિ કાર્યક્રમો અને મેથ્સ ઓલમ્પિયાડ જેવા કાર્યક્રમોનું આયોજન.

મટીરીયલ ડેવલપમેન્ટ

કઠપૂતળી, પ્રચલિત વિજ્ઞાન લેખન, ચિત્રણ અને પત્રકારત્વ, પ્રકૃતિ શિબિરોનું આયોજન, ઓરિગામિ દ્વારા ગણિતનું જ્ઞાન, હાઇડ્રોપોનિક્સ (જળકૃષિ) નાં ટ્રેનિંગ મોડ્યુલ –માટી વગરના છોડની મઝા, રોકેટનાં મોડેલ, ટેલિસ્કોપ નિર્માણ, રાત્રીના આકાશનું અવલોકન, વિ. દ્વારા વિજ્ઞાન અને ટેકનોલોજીનની પ્રવૃત્તિનાં મોડ્યુલો તૈયાર કરવાં.

થીમ આધારિત પોસ્ટરો તૈયાર કરવાં, જેવાં કે સાતત્યપૂર્ણ વિકાસ માટે વિજ્ઞાન અને ટેકનોલોજી, પાણી એ જ જીવન, આપણું આકાશ બચાવો, વિશ્વશાંતિ માટે અણુપ્રયોગ, વિ. આ ઉપરાંત, થીમ આધારિત પ્રવૃત્તિઓ, પ્રદર્શન લેખન, રમતો અને કાર્યપત્રકો.

સ્ટાન્ડર્ડ રેફરન્સ લાઇબ્રેરી અને ઇન્ટરેક્ટિવ વેબસાઇટ તૈયાર કરવી.

વિદ્યાર્થી સ્વયંસેવકોને તાલીમ

વિદ્યાર્થી સ્વયંસેવકોનો ઇન્ટર્ન તરીકે સમાવેશ અને તેમના વ્યાવસાયિક વિકાસ માટે જરૂરી તાલીમ તથા માર્ગદર્શન પૂરું પાડવું.
હોનહાર વિજ્ઞાન લેખકો તથા સંચારકોનું કૌશલ્ય વર્ધન.
વિજ્ઞાન પ્રસાર પ્રવૃત્તિઓનાં વિવિધ મોડ્યુલોનો પરિચય.

મીડિયા રિસોર્સ સેન્ટર

મહત્વની વૈજ્ઞાનિક ઘટનાઓ અને પ્રવૃત્તિઓ માટેની મીડિયા કીટ જેવી જરૂરી પાશ્વ સામગ્રી તૈયાર કરવી.
પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો તથા ટેક્નોક્રેટ્ના ઇન્ટરવ્યૂ ગોઠવવા.
ઓડિયો-વિઝ્યુઅલ સીડી તૈયાર કરવી – વિઝ્યુઅલ સીડી, મલ્ટીમીડિયા પ્રેઝન્ટેશન તથા વિષય આધારિત સ્લાઇડ શો, વિ.
સ્થાનિક અખબારોમાં સાપ્તાહિક વિજ્ઞાન કોલમ માટે યોગદાન આપવું.

સાયન્સ ક્લબ

ગુજરાત સાયન્સ સિટી વિજ્ઞાન પ્રસાર, સાયન્સ ક્લબ વિભાગના સહયોગથી તમામ સાયન્સ ક્લબ સોસાયટીઓ તથા સંસ્થાઓને રાજ્યવ્યાપી નેટવર્ક સાથે વણી લેવા માટે કાર્યક્રમોનું વ્યવસ્થિત આયોજન કરે છે.લગભગ 500 જેટલી સાયન્સ ક્લબોની સ્થાપના કરવામાં આવેલ છે અથવા ફરી ચાલુ કરવામાં આવી છે તથા ક્લબના સભ્યોને વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ છે.

પ્રસાર કાર્યક્રમ

ગુજરાત સાયન્સ સિટી નિયમિત રીતે રાજ્યની અલગ-અલગ શાળાઓમાં વિવિધ વિજ્ઞાન પ્રસાર કાર્યક્રમોનું આયોજન કરે છે અને દેશના અન્ય ભાગોની મુલાકાત પણ લે છે જ્યાં વિજ્ઞાન હજુ સુધી પૂરતા પ્રમાણમાં પહોંચ્યું નથી. જીસીએસસીના કર્મચારીગણે દેશના વિવિધ ભાગોમાં વિવિધ પરિષદો તથા વર્કશોપમાં પણ ભાગ લે છે તથા આ ઉમદા કાર્ય માટે પોતાના અનુભવો શેર કરે છે..

સાયન્સ ઓલમ્પિયાડ : સમાનતા અને શ્રેષ્ઠતા લાવવી!

ગુજરાત સાયન્સ સિટીએ ભારતમાં પ્રથમ વખત ધો.8 અને 9ના વિદ્યાર્થીઓ માટે જુનિયર સાયન્સ એન્ડ મેથ્સ ઓલમ્પિયાડ શરૂ કરેલ છે. આ જુનિયર સાયન્સ એન્ડ મેથ્સ ઓલમ્પિયાડનો હેતુ નાનાં બાળકોને ઉપરના વિષયોમાં તેજસ્વી બનાવવાનો તેમજ તેમને ધો.9 અને 10 માટેના રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના સાયન્સ ઓલમ્પિયાડ માટે તૈયાર કરવાનો છે. આ કાર્યક્રમમાં શિક્ષકો તથા અભ્યાસક્રમની અંદર વ્યાવસાયિક વિકાસ લાવવાની અપાર સંભાવનાઓ રહેલી છે.

જીસીએસ આ અંગેની જાગૃતિ લાવવાના તથા રાજ્યના વધારેને વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સામેલ કરવાના હેતુથી સાયન્સ ઓલમ્પિયાડ પરના દિશાસૂચન માટેના કાર્યક્રમોનું પણ આયોજન કરે છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાના અધ્યાપકો અને શિક્ષકોને પણ મૂળભૂત વિજ્ઞાનમાં કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

સાયન્સ

ગુજરાત સાયન્સ સિટીએ ‘સાયન્સ મેટર’ નામની એક લોકપ્રિય વિજ્ઞાન વ્યાખ્યાનમાળા શરૂ કરેલ છે. આ વ્યાખ્યાનમાળા વિજ્ઞાન અને ટેક્નોલોજીના મહત્વનાં ક્ષેત્રોને ઉજાગર કરે છે તથા વિદ્યાર્થીઓ અને પ્રજાની અંદર આધુનિક જ્ઞાન તથા જાગૃતિ ફેલાવે છે.