મ્યુઝિકલ ડાન્સિંગ ફાઉન્ટેન

 

ભારતનો સૌથી મોટો મ્યુઝિકલ ડાન્સિંગ ફાઉન્ટેન

દેખીતી રીતે આનંદ અને ખુશીની છોળો ઉડાડતો ગુજરાત સાયન્સ સિટી ખાતે નવો સ્થાપિત કરાયેલ ‘મ્યુઝિકલ ફાઉન્ટેન’ એ હાઇડ્રોસ્ટેટિક્સ, હાઇડ્રોડાયનેમિક્સ, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ અને ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના ક્ષેત્રમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના અમુક મહત્વપૂર્ણ ચમત્કારોનું એક આકર્ષક પ્રદર્શન છે. ફુવારાના મુખમાંથી ઉડતું પાણી પાસ્કલના નિયમ અને બર્નોલીના સિદ્ધાંત સહિત ફ્લૂઇડિક્સના મૂળભૂત નિયમોને અનુસરે છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક સોલેનોઇડ વાલ્વ ઓડિયો સિસ્ટમમાંથી સુસંગત સંકેતો મેળવે છે અને પાણીની સેરને નિયંત્રીત કરે છે. સંગીતને ડિજિટાઇઝ કરવામાં આવેલ હોય છે અને તેના સંકેતોને કોમ્પ્યુટરાઇઝ્ડ પ્રોગ્રામ કન્ટ્રોલર મારફતે સોલેનોઇડ વાલ્વ પર મોકલતા રહેવામાં આવે છે. પરંપરાગત મ્યુઝિકલ ફાઉન્ટેનમાં પાણીનો પ્રવાહ ધ્વનિ સંકેતોના વિવિધ કંપનો દ્વારા નિયંત્રીત કરવામાં આવે છે, પરંતુ ગુજરાત સાયન્સ સિટીમાં આવેલ મ્યુઝિકલ ફાઉન્ટેન ધ્વનિ સંકેતોના કંપનો તથા આવર્તનો બન્નેને પ્રતિક્રિયા આપે છે, જેના કારણે આ ફુવારો સંગીતના જોમ અને સૂર સાથે તાલબદ્ધ રીતે નૃત્ય કરે છે. આ મ્યુઝિકલ ફાઉન્ટેન સંગીત અને વિજ્ઞાનની પરસ્પર પ્રતિક્રિયા દ્વારા માણસની સર્જનાત્મકતાનું એક સુંદર ઉદાહરણ છે.

અમદાવાદ ઉપરાંત રાજ્ય અને દેશના વિવિધ ભાગમાંથી મોટી સંખ્યામાં લોકોને આકર્ષવા માટે સમર્થ એવા આ મ્યુઝિકલ ફાઉન્ટેન પ્રકાશ, ધ્વનિ અને પાણીની જાદુઈ દુનિયાનો અનુભવ પૂરો પાડે છે, જ્યાં ટેકનોલોજી કલ્પનાઓ સાથે એકરૂપ થઈ જાય છે.

 


 

પ્રકાશ, ધ્વનિ અને પાણીનું સામંજસ્ય..!

સાયન્સ સિટી ખાતેનો મ્યુઝિકલ ફાઉન્ટેન રાત્રિના સમયે અત્યંત સુંદર મનોરંજન પૂરું પાડે છે. પાણીની રચનાઓ સંગીત સાથે બદલાતી જાય છે અથવા કહો કે નૃત્ય કરે છે તથા પ્રકાશ અને ધ્વનિ સાથે પ્રત્યેક ધૂન મુજબ ઝડપથી કે ધીમી રીતે સમન્વય સાધે છે.

9000 ચો.મી. જેટલા વિસ્તારમાં ષટ્કોણ જાળી આકારમાં સાયન્સ સિટી ખાતેનો મ્યુઝિકલ ફાઉન્ટેન એશિયાનો સૌથી મોટો હોવાનો દાવો કરવામાં આવે છે. ફુવારાનો હોજ લંબચોરસ આકારનો છે અને 1300 ચો.મી. વિસ્તારને આવરી લે છે. તેમાં 113 જેટ, પાણીની અંદર 935 રંગીન લાઇટ, 4 સબ્મર્સિબલ હેવી ડ્યુટી પંપ, 273 વિવિધ ઇફેક્ટ સાથેની હાઇડ્રોલિક નોઝલ્સના 2073 સેટ આવેલા છે. મધ્યમાં કમળના પાણીની માત્રા 30 મીટર જેટલી ઊંચી થઈ શકે છે. તેમાં તરતો ફુવારો, સીગલ, મોજાંઓ ઉપસાવવાં, મોર, ઝૂલવું, ફૂલોની છાબ, વિ. જેવી 20 કરતાં પણ વધારે પ્રકારની પાણીની રચનાઓનો સમાવેશ થાય છે.

 


 

935 રંગીન લાઇટો દ્વારા પ્રકાશિત

સાયન્સ સિટી ખાતેનો મ્યુઝિકલ ફાઉન્ટેન રાત્રિના સમયે અત્યંત સુંદર મનોરંજન પૂરું પાડે છે. પાણીની રચનાઓ સંગીત સાથે બદલાતી જાય છે અથવા કહો કે નૃત્ય કરે છે તથા પ્રકાશ અને ધ્વનિ સાથે પ્રત્યેક ધૂન મુજબ ઝડપથી કે ધીમી રીતે સમન્વય સાધે છે.

9000 ચો.મી. જેટલા વિસ્તારમાં ષટ્કોણ જાળી આકારમાં સાયન્સ સિટી ખાતેનો મ્યુઝિકલ ફાઉન્ટેન એશિયાનો સૌથી મોટો હોવાનો દાવો કરવામાં આવે છે. ફુવારાનો હોજ લંબચોરસ આકારનો છે અને 1300 ચો.મી. વિસ્તારને આવરી લે છે. તેમાં 113 જેટ, પાણીની અંદર 935 રંગીન લાઇટ, 4 સબ્મર્સિબલ હેવી ડ્યુટી પંપ, 273 વિવિધ ઇફેક્ટ સાથેની હાઇડ્રોલિક નોઝલ્સના 2073 સેટ આવેલા છે. મધ્યમાં કમળના પાણીની માત્રા 30 મીટર જેટલી ઊંચી થઈ શકે છે. તેમાં તરતો ફુવારો, સીગલ, મોજાંઓ ઉપસાવવાં, મોર, ઝૂલવું, ફૂલોની છાબ, વિ. જેવી 20 કરતાં પણ વધારે પ્રકારની પાણીની રચનાઓનો સમાવેશ થાય છે. અહીંની સાઉન્ડ સિસ્ટમ ખરેખર અદભૂત છે. 4000 વૉટના સરાઉન્ડ સાઉન્ડવાળી સિસ્ટમ સાથે સર્વોચ્ચ ગુણવત્તાવાળો ડિજિટલ સાઉન્ડ પૂરો પાડવા માટે સંગીતને ગ્રાફિક ઇક્વિલાઇઝર સાથે સજ્જ 20 સ્પીકર દ્વારા પ્રસારિત કરવામાં આવે છે.

મ્યુઝિકલ ફાઉન્ટેનનો આ કાર્યક્રમ ‘ઇન કમાન્ડ’ નામના સોફ્ટવેર પ્રોગ્રામ દ્વારા સંપૂર્ણપણે નિયંત્રિત કરવામાં આવશે, જે ખાસ આ હેતુ માટે જ તૈયાર કરવામાં આવેલ છે. એક વખત પંપ તથા અન્ય ઉપકરણો ચાલુ કરવામાં આવે, એટલે સમગ્ર કામગીરી સંપૂર્ણપણે એકમાત્ર કોમ્પ્યુટર દ્વારા નિયંત્રિત કરવામાં આવશે.

 


 

રસપ્રદ માહિતી

ભારતનો સૌથી મોટો ડાન્સિંગ મ્યુઝિકલ ફાઉન્ટેન
પ્રકાશ, ધ્વનિ અને પાણીનો લયબદ્ધ સંગમ
ષટ્કોણ ગ્રીડ પેટર્નમાં 9000 ચો.મી. થી વધુ વિસ્તારમાં ફેલાયેલ
56 મીટર લંબાઈની ચેનલો સાથેનો 1300 ચો.મી. વિસ્તારનો હોજ ધરાવે છે
935 રંગીન લાઇટો દ્વારા પ્રકાશિત
2073 નોઝલ સાથેની 113 વોટર જેટનો સમાવેશ કરે છે
30 મીટર જેટલી ઊંચાઈ સુધી પાણીને ફેંકે છે, 10 માળના મકાનની ટોચ જેટલું
273 વિવિધ રચનાઓ સર્જે છે : આંખ, કાન અને મનને મોહી લે છે
4000 વૉટના સરાઉન્ડ સાઉન્ડવાળી સિસ્ટમ, ગ્રાફિક ઇક્વિલાઇઝર સાથે સજ્જ 20 સ્પીકરો
સંપૂર્ણ ઓટોમેટિક, વન ટચ કોમ્પ્યૂટર ઓપરેશન
પ્રકાશ, ધ્વનિ અને પાણીની ઇફેક્ટ સાથેના નૃત્યોને અલગ-અલગ નિર્દેશિત કરેલ સંગીતની ધૂનો
અધ્યયન માટે પરિવેશી વાતાવરણ પૂરું પાડે છે : ખૂલ્લું આકાશ, હરિયાળી અને ઠંડા પાણીના જળાશયો
ધ્વનિશાસ્ત્ર (એકોસ્ટિક્સ), જલશક્તિશાસ્ત્ર (હાઇડ્રોલિક્સ), પ્રકાશ તથા પાણીનું સામંજસ્યના સિદ્ધાંતોનો સમાવેશ કરે છે
બર્નોલીના સિદ્ધાંતને સમજાવે છે, પાણીનો પ્રવાહ અને પાણીની ગતિશીલતા, મેઘધનુષ્ય અને અન્ય ઘણું બધું...