હૉલ ઓફ સાયન્સ

 

 

 

હૉલ ઓફ સાયન્સ
નવા પ્રકારના કાર્યકારી પ્રદર્શન દ્વારા, મુલાકાતીઓ ગુજરાત સાયન્સ સિટી ખાતે ‘ઘ હૉલ ઓફ સાયન્સ’ માં પોતાની મેળે વિજ્ઞાનને જાણી શકશે. તેઓ હેન્ડલ ઘુમાવી શકે છે, બટન દબાવી શકે છે, છીદ્રો વાટે જોઈ શકે છે, રસપ્રદ પ્રયોગો કરી શકે છે તથા વસ્તુઓને કાર્યરત કરવાની પોતાની ક્ષમતા જોઈને આશ્ચર્યચકિત થઈ

આ એક એવું સ્થળ છે જ્યાં ‘કૃપયા અડશો નહીં’ નું બોર્ડ ક્યાંય જોવા નહીં મળે. સાયન્સ સિટી ખાતેનું આ નવું પ્રદર્શન મુલાકાતીઓને ત્યાં પ્રદર્શિત કરવામાં આવેલ વસ્તુઓને અડવા તથા તેમની ઇચ્છાનુસાર તેમાં ફેરફાર કરવા આગ્રહ કરે છે

આજકાલ તમામ લોકો ઊર્જા સંરક્ષણની વાત કરે છે. પરંતુ પ્રથમ દ્રષ્ટિએ ઊર્જા શું છે - તે કેવી રીતે અવાજમાંથી પ્રકાશમાંથી વીજળીમાંથી ચુંબકત્વ અને એ રીતે સતત આગળ પરિવર્તિત થાય છે? અહીં તમે તમે તમારા પોતાના શરીર દ્વારા વીજળી પેદા કરી શકો છે, તમારું પોતાનું મેગ્નેટ બનાવી શકો છો, સૂર્યમાંથી વીજળી મેળવી શકો છો. એક વિશાળ ‘એનર્જી બોલ’ ખાતે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ કેવી રીતે કેટલાક બોલને ગબડાવે છે અને વિવિધ સ્વરૂપોમાં અવાજ, પ્રકાશ, વીજળી અને ક્રિયાત્મક ઊર્જા ઉત્પન્ન કરવા માટે એક એક્રોબેટની જેમ પ્રયોગ કરે છે તેનું નિદર્શન કરવામાં આવે છે. કલાકો સુધી આ ગતિશક્તિના શિલ્પને જોવું એક અનન્ય અનુભવ છે.

તમે એક સાઇકલને પેડલ મારવા દ્વારા વીજળી ઉત્પન્ન કરીને બત્તી પ્રગટાવી શકો છો અને ટીવી પણ ચલાવી શકો છો જેમાં તમારી પોતાની છબી દેખાશે. વધારે બત્તી માટે વધારે વીજળી ઉત્પન્ન કરવા જોરથી પેડલ મારો. ત્યારબાદ તમે પુલી, ગિઅર અને લિન્કેજો દ્વારા વીજળીને સંચારિત કરવાનું શીખશો. દોરડું ખેંચીને પોતાને ઉંચા કર.નવા પ્રદર્શન હોલમાં ગણિત ગમ્મત, લોલકની ગતિની સુંદરતા દ્વારા સર્જાતી વિવિધ પ્રકારની ગતિ અને રચનાઓ, તથા અરીસાઓનો જાદુ જોવા મળે છે. તમે તમારું માથું કાપીને ચાંદીની થાળીમાં અન્યને ધરી શકો છો. તમે હવામાં ઉડી શકો છો, અને ‘અર્ધનારીશ્વર’ (અડધો પુરુષ અને અડધી મહિલા) ની જેમ આપના મિત્ર સાથે એકરૂપ થઈ શકો છો.ો, બેલે નર્તકો પોતાના અંગુઠા પર કેવી રીતે ઝડપથી ઘુમે છે તેનો અનુભવ કરવા ખુરશી પર ગોળ-ગોળ ઘુમો, અને ગ્રહો કેવી રીતે ઝડપથી સૂર્યની નજીક આવે છે તે જોવા માટે ગ્રહોની ગતિને સાદ્રશ્ય કરો.

 

હૉલ ઓફ સાયન્સનાં આકર્ષણો

વીજ પ્રસારણ (પાવર ટ્રાન્સમિશન)
ગીઅર
પાવર બાઇસિકલ
કોણીય વેગ
એન્ટી ગ્રેવીટી
અવકાશી ગતિ
9 લૂપ
તમારું પોતાનું વજન ઉંચકો
ધ્વનિ પ્રદર્શન
ડોપ્લરની અસર
પડઘાનો અવાજ
લિસાજોઅસ લોલક
સંભાવના
મોબીયસ બેન્ડ
હાયપરબોલા
લંબગોળ કૅરમ બોર્ડ
લંબગોળ વેવ ટેન્ક
પેરાબોલા
મિરર મેઝ
લોલકો
વિઝન
સ્ટીરીયો વિઝન
લાઇટ આઇલેન્ડ
કેપ્ટિવ શેડો/કલર શેડો
તમે અને હું
બહુવિધ પ્રતિબિંબો
આઈ ફ્લાય
બોડિલેસ હેડ
અરીસા/કાચનું પ્રદર્શન
ઊર્જાનું રૂપાંતરણ