ઇલેક્ટ્રોડ્રોમ

 

હંમેશની જેમ, ભવિષ્ય માટેના પ્રબંધની શરૂઆત આજે વધારે સારી રીતે તૈયાર રહેવા સાથે થાય છે - ઉજ્જવળ આવતીકાલનું નિર્માણ સુનિશ્ચિત કરવા શિક્ષણ, માહિતી તથા જાગરૂકતા નિર્માણ સાથે નિર્ણાયક ઘટકોની રચના..

સીએલપી ઇલેક્ટ્રોડ્રોમ - વીજળીવિષયક આ પ્રદર્શન આ હેતુ માટેની એક અનુકરણીય અભિવ્યક્તિ છે. પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપની ફિલોસોફી મુજબ, ગુજરાત સરકારે ગુજરાત સાયન્સ સિટી તથા સીએલપી ઇન્ડિયા પાવર પ્રા. લી. ના સક્રિય સહયોગ દ્વારા આ દ્રષ્ટિ સાકાર કરેલ છે.
સવારના તાજગીદાયક સ્નાનથી લઈને રાત્રે સૂતા પહેલાં બંધ કરવા સુધી - અને વચ્ચેની પ્રત્યેક ક્ષણ - વીજળી આપણા જીવનને અલગ-અલગ રીતે સામર્થ્ય પૂરું પાડે છે. આપણા જેવો વિકાસશીલ દેશ અર્થતંત્રના તમામ ક્ષેત્રોના વિકાસ પર નિર્ભર છે - જે અંતે ઉદ્યોગો, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સેવાઓ અને ઘરેલુ વપરાશ માટે વીજળીની વધતી જતી માંગમાં તબદીલ થાય છે. મોટા પાયે વીજ ઉત્પાદન, વહન અને વિતરણ ઉપરાંત સાતત્યપૂર્ણ વિકાસ અને પૃથ્વીના હરીયાળા ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે આ પરિસ્થિતિમાં સંસાધનોનું જતન અને અસરકારક ઉપયોગ પણ ઘણા મહત્વપૂર્ણ બની રહે છે.

ઔદ્યોગિક તથા સર્વાંગી આર્થિક વિકાસનું સુકાની એવું ગુજરાત રાજ્ય ઊર્જા ક્ષેત્રમાં પણ આગેવાન છે. ગુજરાત સરકાર વિજ ઉત્પાદનમાં વધારો કરવા જેવાં પહેલરૂપ પગલાંઓ મારફતે પર્યાપ્ત ઊર્જા પ્રાપ્ત કરવાનું સુનિશ્ચિત કરીને નાગરિકો માટે ઉજ્જવળ અને સમૃદ્ધ ભાવિ સુરક્ષિત કરવાને સૌથી વધુ મહત્વ આપે છે.