હૉલ ઓફ સ્પેસ

 

ગુજરાત સાયન્સ સિટી ખાતે આવેલ ‘હૉલ ઓફ સ્પેસ’ ની રચના એક હાઇ ટેક પ્રદર્શન તરીકે કરવામાં આવી છે જ્યાં 20,000 ચો.ફૂ. જેટલા વિસ્તારમાં નવીનતમ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવેલ છે. મુલાકાતીઓ અહીં હરીફરી શકે છે તથા અવકાશ અને સંચાર સંશોધનો દ્વારા ખોલવામાં આવેલ નવાં દ્રશ્યોને માણી શકે છે. તેઓ વિવિધ પ્રકારનાં સંચાર સંકેતો (કોમ્યુનિકેશન સિગ્નલ્સ) ને અન્ય સ્થાને કેવી રીતે મોકલી શકાય, રૂપાંતરિત કરી શકાય, એનકોડ અને ડિકોડ કરી શકાય કે સંગ્રહી શકાય તે જાણી શકે છે. આ ઉપરાંત, આ પેવેલિયનમાં પ્રાચીન સમયમાં લોકો કેવી રીતે સંદેશાવ્યવહાર કરતા તેનો અનુભવ લઈ શકે છે અને આધુનિક સમયના સંચાર માધ્યમો સાથે તેની તુલના પણ કરી શકે છે.

આ પ્રદર્શનમાં અંતરિક્ષ યાત્રાનું સિમ્યુલેશન, ધ્વનિ સાથે એનિમેટ્રોનિક્સ - સિંક્રોનાઇઝ કરેલ ન્યુમેટિક રોબોટ, કમ્પ્યૂટર સંચાલિત મલ્ટી સ્ક્રીન પાનોરેમિક પ્રોજેક્શન, નાસા દ્વારા આયોજિત પ્રયોગો પરનું એક સચોટ ઇન્ટરેક્ટિવ પ્રદર્શન, ટચ સ્ક્રીન કમ્પ્યુટર મલ્ટીમીડિયા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. તમામ પ્રદર્શનો વિશાળ સંખ્યામાં મુલાકાતીઓની સહભાગિતા માટે તૈયાર કરવામાં આવેલ છે.

‘ધ હૉલ ઓફ સ્પેસ’ તથા ‘હૉલ ઓફ સાયન્સ’ પરસ્પર સંવાદાત્મક અને શિક્ષણ આપનાર પ્રદર્શનો છે તથા ધ્વનિ, સંકેતો, કોડ્સ અને ઉપગ્રહ મારફતે મુલાકાતીને કમ્યુનિકેશન ટેકનોલોજીનાં દર્શન કરાવે છે. આ પેવિલિયન અહીંના મુલાકાતીને ઉપગ્રહની કામગીરી, મોબાઇલ ટેલિફોન, ઇન્ટરનેટની તથા વાસ્તવિક જીવનમાં આ ટેકનોલોજીને લાગુ પાડવા અને તેના ઉપયોગ બાબતે વિગતવાર જાણકારી આપે છે.

 

 

હૉલ ઓફ સ્પેસનાં આકર્ષણો

અવકાશ સંશોધન
જીઓસિન્ક્રોનસ સેટેલાઇટ
ટીવી સ્ટુડિયો
ઇન્ટરનેટ
કોમ્યુનિકેશન
સાત સ્ક્રીનવાળું પ્રોજેક્શન
પીએસએલવી
સોલર સિસ્ટમ ઇન્ટરેક્ટિવ થિયેટર
માર્સ કેપ્સ્યુલ
મંગળ પરનાં દ્રશ્યો
ચંદ્રયાન
જીએસએલવી
રોકેટો
પેનલો/ડુરાટ્રાન્સ/પ્લાઝમાસ્ક્રીન પ્રોજેક્શન
લેવિટેશન
મુન વૉક