પ્લેનેટ અર્થ પેવેલિયન

પ્લેનેટ અર્થ પેવેલિયનનો ધ્યેય આપણા ગ્રહ પૃથ્વીની ઉત્કૃષ્ટ સુંદરતા અને વિપુલ માત્રામાં સત્યોને પ્રકાશિત કરવાની સાથોસાથ ભૂકંપ, જ્વાળામુખી, ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓના સ્વરૂપ બાબતે જાગૃતિ લાવવાનો પણ છે

આ પેવેલિયન બે વિભાગોમાં બાંધવામાં આવનાર છે. ‘ડાયનેમિક અર્થ’ નામનો પ્રથમ ભાગ 2500 ચો.મી. જેટલા વિસ્તારમાં ફેલાયેલો હશે જ્યારે ‘અ ક્રેડલ ઓફ લાઇફ’ નામનો બીજો ભાગ, જે પૃથ્વી પરના સંસાધનોને લગતો હશે, તે 1500 ચો.મી. માં તૈયાર કરવામાં આવશે.

પ્રસ્તુત મહત્વપૂર્ણ વિશેષતાઓ


આ પેવેલિયન 50 મીટર વ્યાસ ધરાવતા એક વિશિષ્ટ ગુંબજ સાથે ષટ્કોણ ગ્રીડ પેટર્નમાં 9000 ચો.મી. થી વધુ વિસ્તારમાં તૈયાર કરવામાં આવી રહેલ છે, જે હકીકતમાં ભારતના સૌથી મોટા ગુંબજોમાંનો એક છે. ‘પ્લેનેટ અર્થ’ ખાતે વિવિધ કુદરતી આપત્તિઓના જીવંત અનુભવો અને આપત્તિ વ્યવસ્થાપન માટેના વિવિધ વ્યવહારુ અનુભવ અને અવધારણાઓ પર આધારિત પ્રદર્શનો તથા પ્રવૃત્તિઓનું નિરૂપણ કરવામાં આવશે

 

પ્લેનેટ અર્થ પેવેલિયન
પ્લેનેટ અર્થ પેવેલિયનનો ધ્યેય આપણા ગ્રહ પૃથ્વીની ઉત્કૃષ્ટ સુંદરતા અને વિપુલ માત્રામાં સત્યોને પ્રકાશિત કરવાની સાથોસાથ ભૂકંપ, જ્વાળામુખી, ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓના સ્વરૂપ બાબતે જાગૃતિ લાવવાનો પણ છે.
આ પેવેલિયન બે વિભાગોમાં બાંધવામાં આવનાર છે. ‘ડાયનેમિક અર્થ’ નામનો પ્રથમ ભાગ 2500 ચો.મી. જેટલા વિસ્તારમાં ફેલાયેલો હશે જ્યારે ‘અ ક્રેડલ ઓફ લાઇફ’ નામનો બીજો ભાગ, જે પૃથ્વી પરના સંસાધનોને લગતો હશે, તે 1500 ચો.મી. માં તૈયાર કરવામાં આવશે.

 


 

પ્રસ્તુત મહત્વપૂર્ણ વિશેષતાઓ
આ પેવેલિયન 50 મીટર વ્યાસ ધરાવતા એક વિશિષ્ટ ગુંબજ સાથે ષટ્કોણ ગ્રીડ પેટર્નમાં 9000 ચો.મી. થી વધુ વિસ્તારમાં તૈયાર કરવામાં આવી રહેલ છે, જે હકીકતમાં ભારતના સૌથી મોટા ગુંબજોમાંનો એક છે. ‘પ્લેનેટ અર્થ’ ખાતે વિવિધ કુદરતી આપત્તિઓના જીવંત અનુભવો અને આપત્તિ વ્યવસ્થાપન માટેના વિવિધ વ્યવહારુ અનુભવ અને અવધારણાઓ પર આધારિત પ્રદર્શનો તથા પ્રવૃત્તિઓનું નિરૂપણ કરવામાં આવશે
‘પ્લેનેટ અર્થ’ પેવેલિયનના મુખ્ય વિભાગમાં (1) ખગોળીય ત્રિપુટી (સૂર્ય, પૃથ્વી અને ચંદ્ર) (2) ગતિશીલ પૃથ્વી (3) પૃથ્વીનાં સંસાધનો (4) પ્લેનેટ ઓશન (5) પાણી, જીવનનું ઝરણું (6) વાતાવરણ (7) બાળકો માટેની પ્રવૃત્તિના વિસ્તારનો સમાવેશ થાય છે. પ્રત્યેક વિભાગને, અલગ રીતે, પૂરતી સંખ્યામાં પ્રદર્શન કરી શકાય તે રીતે તૈયાર કરવામાં આવેલ છે જેથી તેને યોગ્ય મહત્વ મળે તથા લોકોની સમજણ અને ક્રિયાપ્રતિક્રિયા માટે સુસંગત હોય.
‘ડાયનેમિક અર્થ’ વિભાગની અંદર ‘ભૂકંપ નિદર્શન કોર્નર’ નામનું એક પેવેલિયન છે - 15-20 મુલાકાતીઓ માટે અનુકૂળ એવું ભૂકંપને સાદ્રષ્ય કરાવતું અને ભૂકંપના આંચકાઓનો વાસ્તવિક અનુભવ કરાવતું એક હાઇડ્રોલિક પ્લેટફોર્મ. એક વિડિઓ પ્રોજેક્શન રિકટર સ્કેલમાં ભૂકંપની તીવ્રતા, તેનું કેન્દ્રબિંદુ, ત્યારપછીના હળવા આંચકાઓ અને ભૂકંપ કારણે થતો વિનાશ સૂચવશે.
 


 

આ પેવેલિયનનો મુખ્ય ઉદ્દેશ
ભૂકંપ, જ્વાળામુખી, ભૂસ્ખલન જેવી કુદરતી આપત્તિઓ બાબતે લોકોમાં જાગૃતિ, શિક્ષણ અને તાલીમ આપવાની સાથોસાથ આપણા ગ્રહ પૃથ્વીની ઉત્કૃષ્ટ સુંદરતા અને વિપુલ માત્રામાં સત્યોને પ્રકાશિત કરવાનો છે. લોકોને કુદરતી સંપત્તિ અને તેના સંરક્ષણ બાબતે શિક્ષિત કરવાનો છે. આપણા સંસાધનોને લુપ્ત કરવામાં આવી રહ્યાં છે અને મૂળભૂત રચના, સંતુલન અને સ્થિરતા જોખમમાં મૂકાયા છે ત્યારે આપણો ગ્રહ પૃથ્વી સંકટમાં છે તેવી ગંભીર હકીકતને ઉજાગર કરવાનો છે.

આપત્તિ વ્યવસ્થાપનની જરૂરિયાત તથા કુદરતી આપત્તિઓ માટે સજ્જતા પર પ્રકાશ પાડવાનો અને ભૂકંપ, વાવાઝોડાં, ભૂસ્ખલનની તપાસ અને અભ્યાસ તથા સંબંધિત સંશોધન પ્રવૃત્તિઓ માટે વપરાતી ટેકનોલોજી બાબતે લોકોને માહિતગાર કરવાનો છે.
અર્થ સેક્શનના સ્ત્રોતો મુલાકાતીઓને પૃથ્વીના પેટાળમાં લઈ જશે - એક સિમ્યુલેટેડ એલિવેટર પૃથ્વીના ઊંડાણમાં લઈ જશે - મુલાકાતીઓને વાસ્તવિકપણે નવનિર્મિત ભૂગર્ભ કોલસાની ખાણમાં લઈ જશે અને કોલસાના થર, કોલસાના લાંબા-ટૂંકા કટીંગ, એકત્ર કરીને પરિવહન કરવું, ખાણનો પાયો, રેતીને ભરવી, નિર્જળીકરણ તથા સલામતી ઉપકરણો બતાવશે. તેની આસપાસમાં પેટ્રોલિયમ, જીઓ-થર્મલ ઊર્જા, ન્યુક્લિયર પાવર પ્લાન્ટનાં પ્રદર્શનો આવેલ છે અને રત્નો, ખનીજો, પરવાળા, મોતી, સમુદ્રના નોડ્યુલ્સ અને સેન્દ્રિય પદાર્થોનું સામૂહિક પ્રદર્શન જોવા મળે છે.

વાતાવરણ ઉપરના વિભાગને પૃથ્વીના વાતાવરણને લગતા એનિમેટેડ પ્રદર્શનથી સજ્જ કરવામાં આવશે જેમાં વિવિધ સ્તરો, તેમની ઊંચાઈ, બંધારણ અને કઈ રીતે આ સ્તરો આપણને ફાયદાકારક છે, હવાનું રસાયણશાસ્ત્ર અને તેના સંબંધિત પ્રયોગો દર્શાવવામાં આવશે..

 

 

પ્લાનેટ અર્થનાં આકર્ષણો

અર્થક્વેક સિમ્યુલેટર
જીવનની ઉત્ક્રાંતિ
પૃથ્વી પર અગ્નિ
માનવશરીર રચના
લેસર થિયેટર
સમુદ્રના સ્રોતો
ખડકો, ખનીજો, અવશેષો
ગતિશીલ પૃથ્વી
ભૂખમાંથી આઝાદી
બાળ વિભાગ
પૃથ્વીમાંથી પ્રાપ્ત થતી ઊર્જા
અશાંત પાણી
ગ્લોબ પ્રોજેક્શન
હવાથી ફુલાવેલ પ્લેનિટોરિયમ
દરીયાઇ અને મીઠા પાણીનાં માછલીઘરો
સુનામી
વાવાઝોડું
ચક્રવાત
જ્વાળામુખી ફાટવો
પૂર