એનર્જી એજ્યુકેશન પાર્ક

 

 

એનર્જી પાર્ક વિશે

સ્ટેટ લેવલ એનર્જી એજ્યુકેશન પાર્ક (એસઈઈપી), ગુજરાત સાયન્સ સિટી ખાતે 9000 ચો.મી. ના વિસ્તારમાં ષટ્કોણ આકારની ગ્રીડ પેટર્નમાં તૈયાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાત સાયન્સ સિટીને બિન-પરંપરાગત ઊર્જા સ્ત્રોતો મંત્રાલય (એમએનઈએસ) તરફથી નાણાકીય સહાય પ્રાપ્ત થઈ છે અને આ કામ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (ગેડા) ના સહયોગથી ચાલી રહેલ છે.

આ એનર્જી પાર્કના પ્રદર્શનને પ્રાચીન ભારતીય તત્વજ્ઞાનમાં કથિત પાંચ મુખ્ય તત્વો (પંચમહાભૂત) અનુસાર વર્ગીકૃત કરવામાં આવેલ છે. આ તત્વો છે (1) તેજ (સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઊર્જા) (2) મારૂત (પવનમાંથી પ્રાપ્ત થતી ઊર્જા) (3) અપ (પાણીમાંથી પ્રાપ્ત થતી ઊર્જા) (4) ક્ષિતિ (પૃથ્વીમાંથી પ્રાપ્ત થતી ઊર્જા) (5) વ્યોમ (અંતરિક્ષની ખોજ).

બાંધકામ તથા લેન્ડસ્કેપિંગનું કામ લગભગ પૂર્ણ થવાના આરે છે. પવન ઊર્જા, સૌર ઊર્જા, પેટ્રોલિયમ રીગ, સરદાર સરોવર ડેમ, વગેરે પરનાં પ્રદર્શનો લાગી ગયેલ છે અને અન્ય કેટલાંક પ્રગતિમાં છે.

એનર્જી પ્લાન્ટેશનનું કામ તાજેતરમાં જ 2 હેક્ટર જમીન પર શરૂ કરવામાં આવેલ છે.

બે બેટરી સંચાલિત પ્રવાસી વાહનો માટે ‘ભેલ’ નો ઓર્ડર મળેલ, જેમાંથી એક આપી દેવામાં આવેલ છે અને બીજાની પ્રક્રિયા ચાલુ છે.

 


 

પવન ઊર્જા
સૂર્યની જેમ જ પવને પણ મનુષ્યને પોતાની શક્તિ બતાવેલ છે. સૌર ઊર્જાની પણ પહેલાં માણસે પવન ઊર્જાનો ઉપયોગ કરેલ. શરૂઆતમાં તેનો બે મુખ્ય રીતે ઉપયોગ કરવામાં આવેલ; જમીન પર પવનચક્કીઓ ચલાવવા માટે અને દરિયામાં સઢવાળાં વહાણ ચલાવવા માટે. પવનચક્કીનો સૌપ્રથમ ઉપયોગ અનાજ દળવા માટે અને સિંચાઈ માટે પંપ ચલાવવા માટે કરવામાં આવેલ. પરંતુ હવે વિજ્ઞાન અને ટેકનોલોજીની પ્રગતિના કારણે આપણે પવનચક્કી દ્વારા વીજળી પણ પેદા કરીએ છીએ. સ્વાભાવિક રીતે, આ ઊર્જાનો ઉપયોગ ઘણાં કાર્યો માટે થઈ શકે છે.
ઓઇલ એન્ડ ગેસ માટે શારકામ
જમીન પરના તેલના કૂવાઓમાંથી શારકામ કરીને ઓઇલ કાઢવા માટેની રીગનું આ એક ખાસ માળખું છે. ફક્ત કૂવાના શારકામ બાદ જ જાણી શકાય છે કે તેમાં ઓઇલ કે ગેસ કે બન્ને મળી શકે તેમ છે કે નહીં. તમામ પ્રકારની વૈજ્ઞાનિક પ્રગતિ છતાં કૂવામાંથી તેલ અને ગેસ ભંડારો મળવાનું હંમેશા નિશ્ચિત નથી હોતું.
કૂવાના શારકામ કરઆ પદ્ધતિમાં પોલાણનું ઝડપથી અને વધુ ઊંડાણ સુધી શારકામ કરી શકાય છે.
આ પદ્ધતિમાં પોલાણનું ઝડપથી અને વધુ ઊંડાણ સુધી શારકામ કરી શકાય છે.

 


 

જીઓ થર્મલ એનર્જી - પેટાળમાંથી પાવર
ગરમ પાણીના ઝરા જીઓ થર્મલ એનર્જીનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આપણામાંના ઘણાને પૃથ્વીની સપાટી નીચેની આ ઊર્જાનો સીધો અનુભવ થયેલો છે. પૃથ્વીનું કેન્દ્ર 6400 કિ.મી. ઊંડું છે. આ ક્ષેત્ર કેટલું ગરમ હોય છે? આપણી શ્રેષ્ઠ ધારણા મુજબ 4000 ડિગ્રી સે. આ ઉષ્મા સતત પૃથ્વીના આંતરિક ભાગમાંથી સપાટી તરફ વહેતી છે. પેટાળમાંની આ ઉષ્મારૂપી ઊર્જા દર વર્ષે વિશ્વભરમાં 44 અબજ કિલો વૉટ વીજળી પૂરી પાડે છે.
જીઓ થર્મલ સ્ત્રોતોમાંથી વિદ્યુત શક્તિ પ્રાપ્ત કરવા માટે બાષ્પના ભૂગર્ભ ભંડારો અથવા તો ગરમ પાણીને કૂવાઓ દ્વારા બહાર કાઢવામાં આવે છે અને આ વરાળ ટર્બાઇનને ફેરવે છે જે વીજળી ઉત્પન્ન કરે છે. જિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ ભારતમાં હાલમાં 350 થી પણ વધારે ગરમ પાણીના ઝરાનાં સ્થાનો શોધી કાઢેલ છે જેને જીઓ થર્મલ એનર્જી પ્રાપ્ત કરવા માટેનાં ક્ષેત્રો તરીકે વિકસાવી શકાય.
આ ઇન્ટરેક્ટિવ મોડેલ જીઓ થર્મલ એનર્જીના ઉપયોગ દર્શાવે છે.

 


 

ટાઇડલ પાવર જનરેટર
ભરતી અને ઓટવીજળી ઉત્પન્ન કરવા માટે ટર્બાઇન ચલાવી શકે છે. પરંતુ આના માટે ભરતી અને ઓટ વચ્ચે ઓછામાં ઓછો 15 ફૂટનો તફાવત હોવો જોઈએ. પાણીની ભરતી તો ટર્બાઇનનાં ચક્રોને ફેરવે છે, પરંતુ વળતાં પાણી કે ઓટ પણ ચક્રોને ફેરવે છે. પાણીની આ અવરજવર વીજળી ઉત્પાદિત કરે છે. સામાન્ય રીતે 24 કલાક કરતાં થોડા વધારે સમયમાં ચાર ભરતી અને ઓટ જોવા મળતી હોય છે.
જોકે, પૃથ્વી પર ફક્ત 40 સ્થાનો જ એવાં છે કે જ્યાં આટલી તીવ્રતાની ભરતી જોવા મળતી હોય. આ મોડેલ વીજળી ઉત્પન્ન કરવા માટે ટાઇડલ એનર્જીનો ઉપયોગ દર્શાવે છે. ફ્રાંસનું લા રાન્સ સ્ટેશન વિશ્વનું એકમાત્ર ઔદ્યોગિક કદનું ટાઇડલ પાવર સ્ટેશન છે જે 240 મે.વો. વિદ્યુત ઉત્પન્ન કરે છે.

 


 

સોલર હાઉસ
સામાન્યરીતે લોકો એવું માનતા હોય છે કે સૌર ઊર્જા સસ્તી હોય છે, તેનો મર્યાદિત ઉપયોગ હોય છે અને તે વપરાશ માટે અનુકૂળ હોતી નથી. જોકે, તાજેતરમાં થયેલ ટેકનોલોજીની પ્રગતિના કારણે સૌર ઊર્જાનો ઉપયોગ, થર્મલ અને વિદ્યુત બન્ને સ્વરૂપે સરળ અને સસ્તો બનેલ છે. અહીં, આ સોલર હટ ખાતે, રસોડાના નળથી લઈને ટીવી અને રેફ્રિજરેટર સુધીનાં તમામ સાધનો સૌર ઊર્જા પર ચાલે છે. સંખ્યાબંધ બેટરીઓ છત પર લગાવેલ પીવી સેલ્સની પેનલ દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો સંગ્રહ કરે છે.
ટીવી, રેફ્રિજરેટર, પંખા, વિ. જેવાં સાધનો ચલાવવા માટે આ વિદ્યુત ઊર્જાને ઇન્વર્ટરમાં સંગ્રહ કરવામાં આવે છે.
તમે સોલર કૂકર દ્વારા ભોજન પણ રાંધી શકો છો..
સોલર વોટર હીટિંગ સિસ્ટમ, બહાર મૂકવામાં આવેલ સોલર સ્ટિલ ઘરમાં ગરમ પાણીની જરૂરિયાતનો ખ્યાલ રાખે છે. જ્યારે સૌર ફાનસ ઇમરજન્સી લાઇટ પૂરી પાડે છે. ચિંતા ના કરો, સૌર ઊર્જાની કોઈ કોઈ ટ્રાન્સમિશન સમસ્યા હોતી નથી.

 


 

વિન્ડ ટર્બાઇન
પવનચક્કીના ફરતા પાંખિયાઓ જનરેટરને ગોળગોળ ફેરવીને વીજળી પેદા કરે છે. આ જનરેટર પવનચક્કીની ટોચ પર પાંખિયાઓ પાસે બેસાડેલ હોય છે. આ વીજળી કન્ટ્રોલ હાઉસમાં પહોંચે છે. અહીં આ મોડેલમાં, જ્યારે પણ પવનચક્કી દ્વારા ઉત્પાદિત વીજળી હોય છે ત્યારે અનેક ઇલેક્ટ્રિક બલ્બ ઝળહળે છે.
પવનચક્કીઓની હારમાળા હોય તેને વિન્ડફાર્મ કહેવાય છે, જે મોટા પ્રમાણમાં વીજળી ઉત્પન્ન કરે છે. આ વીજળીને ઘણે દૂર સુધી લઈ જઈ શકાય છે

 


 

હાઉસ ઓફ પૉલિમર્સ
ક્રૂડ ઓઇલ જેને કાળું સોનું કહેવાય છે, તે ફક્ત એક ઇંધણ જ નથી જેનો આપણે ડીઝલ, પેટ્રોલ કે કેરોસીન તરીકે ઉપયોગ કરીએ છીએ.
ક્રૂડ ઓઇલ, જે લીલાશ પડતું કાળું ચીકણું પ્રવાહી હોય છે, તેને રિફાઇનરીમાં શુદ્ધ કરવામાં આવે છે. ઇંધણ ઉપરાંત અનેક અન્ય ઉત્પાદનો આપણને તેમાંથી પ્રાપ્ત થાય છે જે આપણા વિશ્વને વધારે સંપન્ન બનાવે છે. આનું કારણ એ છે કે પેટ્રોલિયમ પોતે પાંચ લાખથી વધુ સેન્દ્રીય રસાયણો માટેનો કાચો માલ છે, જે પેટ્રોકેમિકલ્સ તરીકે ઓળખાય છે. આ પેટ્રો હાઉસમાં બધી જ વસ્તુઓ પેટ્રોકેમિકલ્સથી બનેલ છે.
શું તમે પેટ્રોપ્રોડક્ટ્સ વગરના વિશ્વની કલ્પના કરી શકો છો?