એમ્ફિથિયેટર

 

 

 

એમ્ફિથિયેટર (ઓપન એર થિયેટર)
ઇવાન નોબલના વર્ણન મુજબ, વિજ્ઞાનની સુંદરતા કલાકારોને પ્રેરણા પૂરી પાડે છે. આ જ વિચાર સાથે સાયન્સ સિટીમાં વિજ્ઞાન વિષયક નાટકો, ચમત્કાર અને જાદુના ખેલ તથા અન્ય મનોરંજન કાર્યક્રમોનું આયોજન કરવા 1500 બેઠકોની ક્ષમતા ધરાવતું એક એમ્ફિથિયેટર બાંધવામાં આવ્યું.

નાનકડી કલ્પના સાથે વિદ્યાર્થીઓ અને સમુદાયના સભ્યો એક એવું વાતાવરણ ઊભું કરી શકે છે કે જ્યાં વિજ્ઞાનના તથ્યો અને આધારને લગતી વિગતો આ થિયેટરની ઉત્તેજના, લાગણી અને ઊર્જા સાથે ભળી જાય.