એલઇડી સ્ક્રીન

 

 

 

સાયન્સ સિટી એલઈડી સ્ક્રીન
એક વિશાળ કદનો એલઈડી ડિસ્પ્લે સ્ક્રીન મુલાકાતીઓ માટે બાહ્ય પ્રદર્શન તરીકે ગુજરાત સાયન્સ સિટી ખાતે લગાવવામાં આવેલ છે. 20’ x 12’ જેટલા કદનો અને 1,84,320 નાના-નાના એલઈડીનો બનેલ આ સ્ક્રીન કોઈ ચરિત્રદર્શન અથવા કોઈ કથાનકનું નિરૂપણ કરવા માટે માટે છે. આ સ્ક્રીન 24 લાઇનમાં અંગ્રેજી ભાષાના 53 અક્ષરો દર્શાવી શકે છે.

જો તમારી પાસે બિલોરી કાચ હાથવગો હોય તો તેને કોઈ પણ મેગેઝિન કે ચોપડીના ફોટા પર રાખો. તમને હજારો રંગીન ટપકાં કે પિક્સેલ દેખાશે, જે ફોટાનું સ્તર તૈયાર કરે છે. નજીકથી આ ટપકાંઓ ધ્યાનમાં આવી શકે છે, પરંતુ સામાન્ય અંતરેથી જોતાં તમને એ ટપકાંઓ નહીં, ફક્ત તેના દ્વારા તૈયાર થતું ચિત્ર જ દેખાશે. એલઈડી પિક્સેલમાં આ જ વિભાવના વિશાળ ધોરણે પ્રગટ થાય છે.

લાઇટ એમિટિંગ ડાયોડ (એલઈડી) એક સેમિકન્ડક્ટર ઉપકરણ છે જે વીજળીની સહાયથી આગળની દિશામાં વધતા સમયે છૂટોછવાયો એક જ રંગનો પ્રકાશ ફેંકે છે. આ અસર ઇલેક્ટ્રોલ્યુમિનિસેન્સનું એક સ્વરૂપ છે. રંગનો આધાર તેમાં વપરાયેલ સેમીકન્ડક્ટિંગ મટિરીયલ પર આધાર રાખે છે અને તે પારજાંબલી જેવો, દ્રશ્યમાન અથવા ઇન્ફ્રારેડ હોઈ શકે છે. યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસના નિક હોલોનયાક જુનિયરે (1928) અર્બાના-કેમ્પેઇન ખાતે 1962 માં સૌપ્રથમ પ્રાયોગિક વિઝિબલ સ્પેક્ટ્રમ એલઈડી તૈયાર કરેલ.

એલઈડી, મૂળભૂત રીતે, નાનકડા રંગીન લાઇટના બલ્બ છે. આધુનિક એલઈડી નાના અને અત્યંત તેજસ્વી હોય છે તથા પોતે જે પ્રકાશ પેદા કરે છે તેને માટે પ્રમાણમાં વીજળીનો ઓછો વપરાશ કરે છે. અન્ય જગ્યાઓ જ્યાં એલઈડી નો ઉપયોગ જોવા મળે છે તે છે રસ્તા પર ટ્રાફિક લાઇટ અને વાહનોની બ્રેક લાઇટ

રંગીન સીઆરટી ટેલિવિઝન સેટ પર, સ્ક્રીન પરના પ્રત્યેક પિક્સેલ માટે તમામ રંગો લાલ, લીલા અને વાદળી ફોસ્ફર બિંદુઓ દ્વારા બને છે. મોટાં ટીવીમાં ફોસ્ફરને બદલે લાલ, લીલા અને વાદળી રંગની એલઈડી વાપરવામાં આવે છે. મોટાં ટીવીમાં ‘પિક્સેલ’ એટલે નાનું મોડ્યુલ જેમાં ત્રણથી ચાર એલઈડીનો સમાવેશ થઈ શકે છે (એક લાલ, એક લીલો અને એક વાદળી). સૌથી મોટા ટીવીમાં, દરેક પિક્સેલ મોડ્યુલમાં ડઝનબંધ એલઈડી હોઈ શકે છે. પિક્સેલ મોડ્યુલની રેન્જ સામાન્યપણે 4 મી.મી. થી લઈને 4 સે.મી. (લગભગ 0.2 થી 1.5 ઇંચ) હોય છે.

વિશાળ એલઈડી સ્ક્રીન એક પેન્ટિયમ-3 કોમ્પ્યૂટર સિસ્ટમ દ્વારા સંચાલિત થાય છે, જેમાં સામાન્ય કામગીરી માટે વિશિષ્ટ સોફ્ટવેરની સાથોસાથ પાવર કન્ટ્રોલ સિસ્ટમ અને અતિશય આંતરિક વાયરિંગ જરૂરી છે.

આ કોમ્પ્યૂટર સિસ્ટમ પ્રાપ્ત થતા ટીવી સિગ્નલને ધ્યાનમાં લઈને નક્કી કરે છે કે કઈ એલઈડીને તે કેટલી તેજસ્વી રીતે ચાલુ કરશે. આ કોમ્પ્યૂટર સિગ્નલની તીવ્રતા અને રંગોના નમૂના લઈને પ્રત્યેક પિક્સેલના મોડ્યુલ માટે ત્રણ જુદા-જુદા એલઈડી રંગો બાબતે માહિતી તૈયાર કરે છે.

પાવર સિસ્ટમ તમામ એલઈડી મોડ્યુલને પાવર પૂરો પાડે છે, અને પાવરનું નિયમન કરે છે જેથી પ્રત્યેક એલઈડી ને યોગ્ય ચમક મળી રહે. આ બધી જ એલઈડી ને ચાલુ કરવાથી ખૂબ જ પાવર વપરાય છે. એક સામાન્ય 20’ x 12’ નો એલઈડી સ્ક્રીન પ્રતિ પિક્સેલ 1.2 વૉટ જેટલો, અથવા આખા સ્ક્રીન માટે લગભગ ૩,૦૦,૦૦૦ વૉટ જેટલો વપરાશ કરે છે.

પ્રત્યેક એલઈડી મોડ્યુલમાં અનેક વાયરો હોય છે, એટલે સ્ક્રીનની પાછળના ભાગમાં ખૂબ જ વાયરો હોય છે.

ટી૧૯.૦૫ કે ૧૯૨ x ૩૨ ઓડી મોડેલ, એલઈડી ટેકનોલોજીમાં છેલ્લામાં છેલ્લું સંશોધન છે, જે વર્ચ્યુઅલ પિક્સેલ કે ‘વી-ટેક’ ટેકનોલોજી તરીકે પ્રચલિત છે. આ વર્ચ્યુઅલ પિક્સેલ એક મલ્ટિપ્લેક્સ્ડ પિક્સેલ છે જે પિક્સેલની વહેંચણીની ટેકનિકનો ઉપયોગ કરીને એક ચુસ્ત સ્ક્રીન રીઝોલ્યુશન તૈયાર કરે છે..

પરંપરાગત એલઈડી સ્ક્રીનમાં, મોટી સંખ્યામાં એલઈડી નિષ્ક્રિય રહે છે જ્યારે તે પ્રગટ થનાર ચિત્રમાં પોતાના ચોક્કસ રંગ આવવા માટે રાહ જોતા હોય છે. ‘વી-ટેક’ ટેકનોલોજીનો ઉપયોગ કરીને પ્રત્યેક એલઈડી એક પિક્સેલ બને છે, જે પોતાને જોઈતો રંગ આજુબાજુમાં મેળવીને એક પૂર્ણ પિક્સેલ તૈયાર કરે છે જેના કારણે રીઝોલ્યુશન તથા ચિત્રની ગુણવત્તામાં વધારો થઈ શકે.