થ્રિલ રાઇડ/સિમ્યુલેટર

 

 

 

થ્રિલ રાઇડ/સિમ્યુલેટર
30 બેઠકોવાળું સિમ્યુલેટર : રાઇડનું સિમ્યુલેશન રોલર કોસ્ટરમાં બેસવા, એરોબેટિક વિમાનમાં ઉડવા, અંતરિક્ષમાં પ્રવાસ કરવા જેવા અનેક અનુભવો કરાવે છે. આ અનુભવો વાસ્તવિક (અને સલામત) અનુભવ કરતાં વધારે તીવ્ર અને રોમાંચક હોય છે. આ બધું એક સ્વપર્યાપ્ત કેપ્સ્યૂલમાં ઉપલબ્ધ છે જે લગભગ ગમે ત્યાં ગોઠવી શકાય છે અને પરિણામ પ્રાપ્ત કરે છે.

‘સ્ટાર વૉર’, ‘અ જર્ની ઇન ટૂ વૉલ્કેનો’ અને ‘ધ ગેટ ટૂ ઇજીપ્ત’ (ઇજીપ્તના પિરામીડોની સફર) જેવી ફિલ્મોની સહેલ મુલાકાતીઓને શૈક્ષણિક મૂલ્ય તેમજ મનોરંજન પૂરાં પાડે છે. રાઇડ સિમ્યુલેશનની લોકપ્રિયતા સમગ્ર વિશ્વમાં ટોચનું આકર્ષણ રહેલ છે. જે કોઈ પણ આ રાઇડ સિમ્યુલેશનનો અનુભવ કરે છે તે તેને લાંબા સમય સુધી ભૂલી શકતું નથી. આ રાઇડમાં એક સમયે 30 મુલાકાતીઓને સમાવી શકાય છે.